નીચે આપેલા વિધાનો સાચાં બને તે રીતે ખાલી જગ્યા પૂરો.

  1. Fe અને Mg માં _____વધુ સક્રિય ધાતુ છે.  (Fe, Mg, H)
  2. CO2 અને H2 બંને વાયુઓ _____ (રંગવિહીન છે, ઍસિડિક સ્વભાવ ધરાવે છે, હવા કરતાં ભારે છે)
  3. સિલ્વર ક્લોરાઇડને ઘેરા રંગની બૉટલમાં સંઘરવામાં આવે છે, કારણ કે _____. (તેને સૂર્યપ્રકાશની અસરથી બચાવી શકાય, તે સફેદ ઘન પદાર્થ છે, તે રેડૉક્ષ પ્રક્રિયા આપે છે)
  4. સૂકી કસનળીમાં લેડ નાઇટ્રેટના સ્ફટિકને ખૂબ ગરમ કરતાં ______. (સ્ફટિક તુરંત પીગળે છે, પીળા અવક્ષેપ મળે છે, કથ્થાઈ રંગની બાષ્પ મળે છે)
  5. Znના સળિયાને કોપર નાઈટ્રેટના દ્રાવણમાં મૂકી અવલોકન કરતાં __________.  (Cu પર Zn જમા થાય છે, Cu2+ નું ઑક્સિડેશન થાય છે, Zn પર Cu જમા થાય છે.)