નીચે આપેલા વિધાનો સાચાં બને તે રીતે ખાલી જગ્યા પૂરો.
- Fe અને Mg માં _____વધુ સક્રિય ધાતુ છે. (Fe, Mg, H)
- CO2 અને H2 બંને વાયુઓ _____ (રંગવિહીન છે, ઍસિડિક સ્વભાવ ધરાવે છે, હવા કરતાં ભારે છે)
- સિલ્વર ક્લોરાઇડને ઘેરા રંગની બૉટલમાં સંઘરવામાં આવે છે, કારણ કે _____. (તેને સૂર્યપ્રકાશની અસરથી બચાવી શકાય, તે સફેદ ઘન પદાર્થ છે, તે રેડૉક્ષ પ્રક્રિયા આપે છે)
- સૂકી કસનળીમાં લેડ નાઇટ્રેટના સ્ફટિકને ખૂબ ગરમ કરતાં ______. (સ્ફટિક તુરંત પીગળે છે, પીળા અવક્ષેપ મળે છે, કથ્થાઈ રંગની બાષ્પ મળે છે)
- Znના સળિયાને કોપર નાઈટ્રેટના દ્રાવણમાં મૂકી અવલોકન કરતાં __________. (Cu પર Zn જમા થાય છે, Cu2+ નું ઑક્સિડેશન થાય છે, Zn પર Cu જમા થાય છે.)
